દાતણના પ્રકાર અને તેનો ઉપયોગ: પ્રાચીન જ્ઞાનથી દાંતની મજબૂતી માટેની માર્ગદર્શિકા

9 hours ago 2

મહર્ષિ વાગભટ્ટના મત અનુસાર દસેક પ્રકારના દાતણ આવે છે જે આપણી આજુબાજુના વૃક્ષોમાંથી સરળતાથી ઉપલબ્ધ છે. કરંજ, લીમડો, વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવળ, અશોક, ગુલર, આમળા અને હરડે.

આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે:-

આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફનું પ્રમાણ ઘટે છે, વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે. આંબાનું દાતણ ત્યારેજ કરવું જ્યારે કેરીની સાચી સિઝન ચાલુ થઈ જાય.

લીમડાનું દાતણ હોળી પછી કરવું જોઈએ. આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ. આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરીને ગરમી અને તેજા ગરમીથી છુટકારો અપાવે છે. લીમડાના દાતણ ઉનાળામાં જ કરવા યોગ્ય છે.

વડનું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય. વડના દાતણથી દાંતના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

ખેરનું દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓ થી છુટકારો આપવે છે.

બાવળ નું દાતણ (દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળના દાતણમાં સલ્ફર હોઈ જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય, તેનું દાતણ નિરાપદ છે.

ગુલર, ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.

આ સિવાય કણજીનું દાતણ મોઢામાં ઉત્પન્ન થતું ખરાબ એસિડ પણ રોકે છે અને મોઢાને સાફ અને તાજુ રાખે છે.

જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.

કરંજનુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગંધ દુર કરવાની સાથે સાથે દાંતમાં થતા પાયોરીયા નામક રોગને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે.

આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજી વનસ્પતિનું દાતણ સીઝન પ્રમાણે વારાફરતી કરવું.

1990 પછી જન્મેલી પેઢીને દાતણ એ શું છે તે ખબર નથી અને કેમ દાતણ કરાય તે વિશે તદ્દન અજ્ઞાની છે. તેઓ કદાચ આ વિષે ગૂગલમાં શોધે તો ગૂગલ તેનો જવાબનાં મળે.


સ્ત્રોત: કવૉરા

Read Entire Article