અણમોલ સાડી | ગુજરાતી લઘુકથા

1 month ago 10

અરે મેડમ….

તમે પૈસાની ચિંતા કેમ કરો છો..?

તમારી પાસે બે-બે એટીએમ છે..

દુકાનદાર પંદર હજારથી ઓછી

કિંમતની સાડી પણ બતાવતો ન હતો..

વેપારી ખુશ હતો કે

આજે એક તગડો ગ્રાહક

હાથ લાગ્યો છે…

મહિલાનો પતિ અને દીકરો

બંને હવે કમાય છે.

છતાંય તે સ્ત્રી વિચારે છે કે

આટલી મોંઘી સાડી

પહેરીને ક્યાં મારે જવાનું ?

પ્રસંગે કે વારેતહેવારે પહેરીને પાછી

પટારામાં જ મૂકવાનીને!!!

તો સસ્તી શું કામ ના ખરીદુ?

તે દિવસે સાડી ન ગમવાનું

બહાનું કાઢીને ઘેર પાછી આવી….

ઘરે આવતાં જ દીકરા આશુએ

કટાક્ષમાં કહ્યું…"મમ્મી!હવે તારે સરસ

અને મોંઘી સાડી પહેરવી જોઈએ…

હવે તો તારો દીકરો પણ કમાય છે.

પહેલા તો પપ્પા એકમાત્ર

કમાનાર હતા.ઉપરથી અમારો

અભ્યાસનો ખર્ચ.

જુની વાતો વિચારીને આશુ ક્યારે

ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો

તેનું તેને ભાન જ ન રહ્યું….

મમ્મી પણ બધી આન્ટીઓ સાથે

ખરીદી કરવા જતી, જો તેને સાડી

ગમતી તો તે તેને વારંવાર સ્પર્શ કરતી,

પણ કિંમત પૂછવા પર તે ધીમે ધીમે

દૂર થઈ જતી કારણ કે તે મોંઘી હતી.

આશુ નાનો હોવાને કારણે

સમજી શકતો ન હતો.

તે વિચારતો કે ..

કદાચ મમ્મીની પસંદગી

આવી જ હશે..

આજે આશુ બોલ્યો ,

"મમ્મી, તમે સાંજે તૈયાર થઈ જશો…"

તમારા માટે દુકાનમાંથી મોંઘી સાડી લઈશું.

દરવખતની જેમ કોઈ બહાનું ન બનાવતા.

તે બેન પ્રખ્યાત દુકાન પર ગયા

અને દુકાનદારને વાત કરી.

ભાઈ, હું સાંજે પુત્ર અને પતિ સાથે

સાડી ખરીદવા આવીશ

તમારે દરેક સાડીની કિંમત

₹ 500..1000 કહેવાની છે.

વધારાના રૂપિયા પછીથી હું

લઈ જઈશ …

દુકાનદારે હકારમાં માથું હલાવ્યું ….

જોબ પરથી પાછા ફરતી વેળાએ

આશુના મનમાં વિચાર આવ્યો

કે મમ્મી વધુ કિંમતો જોઈને

સાડી ખરીદતી નથી.

તેના દિમાગમાંથી હજુ

ગરીબી,કરકસર અને ચલાવી લેવાની

વૃત્તિ હજુ ગઈ નથી.આમ વિચારી

આશુ પણ દુકાનદારને ત્યાં પહોંચી ગયો.

આશુએ દુકાનદારને કહ્યું,

સાંજે, માતા બધી સાડીના ભાવ પૂછશે.

તમારે સાડીના ભાવ 500 … 1000 …

ઓછા જ કહેવાના.

આ રૂપિયા હું તમને પછીથી

આપી જઈશ.

મારા રૂપિયા વધુ ખર્ચાઈ

ના જાય એટલા માટે એ

સસ્તી સાડી પસંદ કરશે.

દુકાનદાર પુત્રની વાત સાંભળી

સ્તબ્ધ થઈ ગયો છે …

આ યુગમાં ય એવા બાળકો છે

કે જે માતાને કૈક કર્યાનો અહેસાસ

પણ થવા દેતા નથી.

અને આજે જેઓ થોડુંઘણું કરે તો

કેટલો દેખાડો કરશે!!!

દુનિયાભરમાં ઢંઢેરો પિટશે.

માતા પુત્રની સ્નેહભરી યુક્તિઓ,

ચાલાકીઓ સાંભળી

દુકાનદાર ગદગદ થઇ ગયો.

સાંજે સૌ ચિંતામુક્ત થઈ દુકાને ગયા

એક એકથી ચઢિયાતી સાડીઓ

બતાવવામાં આવી.

આશુને એક રાણી કલરની સાડી

માં માટે ખૂબ ગમી.જે ખુબજ મોંઘી હતી.

માને લાગ્યું કે જે કિંમત છે તેનાથી

પાંચસો કે હજાર ઓછા હશે.

તે કઈ સસ્તી ના કહેવાય.

છેવટે માએ ફિરોજા રંગની એક

સાડી પસંદ કરી.જે ખાસ કંઈ

સસ્તી નહતી.

જેવું આશુએ પૈસા ચૂકવવા પર્સ કાઢ્યું

કે દુકાનદાર બોલ્યો,"બેટા!રહેવા દે.

આ સાડીની કિંમત તારું તો શું

દુનિયાનું કોઈ પર્સ ચૂકવી નહિ શકે.

બેહદ કિંમતી છે આ સાડી!

મૂલ્યવાન ભાવનાઓ,લાગણીઓનું

જડતર કરેલું છે આ સાડીમાં!

જેના મોલ રૂપિયામાં ના થાય.

દરેક ઉછરતા,ભણતા બાળકોવાળા

ઘરોમાં તંગ પરીસ્થિતિ તો આવે જ.

આજે તું તારી મા માટે જે કરે છે તે બહું ઓછા ઘરોમાં જોવા મળે છે.

તો પછી અંકલ આ પૈસા રાખો.

ઊંડો શ્વાસ લઈ શેઠ બોલ્યા,

"બેટા!વેપાર તો બહુ કર્યો."

આજે પહેલીવાર નફો તો શું

મુદ્દલ લેવાય મન રાજી થતું નથી.

માં દિકરાના પ્રેમ અને ત્યાગ અને

સમજણની સાક્ષી છે આ સાડી.

એની કિંમત કરીને સાડીનું અપમાન

નહિ કરી શકું.

તમારા પ્રેમ,લાગણી અને સંબધોને

મારા તરફથી ભેટ.

દુકાનદાર હવે વિચારવા લાગ્યો કે

મે તો ફક્ત એક સાડી આપી

પણ આ માં દીકરાએ મને સંબંધો

અને તે નિભાવવાની કળા શીખવી…


સ્ત્રોત: ફેસબુક ગ્રુપ માંથી…

Read Entire Article