જ્યારે ભૂતકાળના પળો પાછા આવે…

2 days ago 5

એક વાર ઘરે આરામ કરતો હતો અને મોબાઈલ ની રિંગ વાગી ટેબલ પર થી મોબાઈલ લઈ ને જોયું તો અજ્ઞાત નંબર હતો

મેં ફોન પિક કર્યો સામે થી મધુર અવાજ આવ્યો કેન આઈ સ્પીક ટુ વિજય..!?

અવાજ થોડો પરિચિત લાગ્યો મેં કહ્યું હા બોલો હું વિજય તમે કોણ..!?

તેણે કહ્યું હું રોલ નમ્બર 69.

અવાજ પરિચિત લાગ્યો અને રોલ નમ્બર 69 પર થી યાદ આવ્યું કે મારા સ્કૂલ માં સાથે ભણતી એક છોકરી રશ્મિનો અવાજ હતો, જે સ્કૂલ સમયમાં ઘણા પ્રયત્નો છતાં મને ભાવ આપતી નહોતી. તરત જ મેં રસોડામાં નજર નાખી તો પત્ની રોટલી વણવામાં વ્યસ્ત હતી, એટલે હું તરત જ ઘરમાંથી બહાર બાલ્કનીમાં પહોંચી ગયો, ધબકારા વધી ગયા, શ્વાસ પણ થંભી ગયો. શું બોલવું શબ્દો મળતા નહોતા.

જ્યારે ભૂતકાળના પળો પાછા આવે… – Image by Author

હું ભૂતકાળમાં સરી ગયો કે જેના માટે હું જીવ આપવા તૈયાર હતો તે ત્યારે ભાવ ખાતી હતી અને આજે સામેથી ફોન કર્યો એને મારી શું ગરજ પડી હશે એવી કલ્પના માત્ર થી મન ખીલી ઉઠ્યું.

શું બોલવું કઇ સમજણ પડતી નહતી પણ એ સામેથી બોલી: ક્યાં છે યાર, કેટલા વરસ થઈ ગયા તને જોયે, તારો નમ્બર પણ નહતો મારી પાસે. કાલે જ વિપુલ મળ્યો એની પાસેથી તારો નમ્બર લીધો અને તને ફોન કર્યો.

તેનો અવાજ સાંભળી એવું લાગતું તું કે બસ સાંભળ્યા જ કરું. અચાનક તેણે બીજો એક મોટો ધડાકો કરી નાખ્યો, મારે મળવું છે તને ક્યારે ટાઈમ છે બોલ..!!

મનમાં થયું કે તને મળવા માટે ક્યારેય પણ તૈયાર જ છુ, પણ પછી નોકરીનો ખ્યાલ આવ્યો અને કીધું રવિવારે ફ્રી છુ તો મળીએ.

એને પૂછ્યું કે કયા મળશું પછી જાતે જ બિન્ધાસ્ત રીતે કીધું એક કામ કર તું મારા ઘરે આવી જજે.

મને તો સ્વર્ગનો અનુભવ થવા લાગ્યો ત્યાં ફરી એ બોલી કોઈ સારી જગ્યાએ મળીયે એકાંતમાં જ્યાં શાંતિથી વાતો કરી શકાય. મેં કહ્યું મને કોઈ આવી જગ્યા ખબર નથી તું બોલ.

પછી તેણે શહેર ની એક મોટી શાનદાર હોટેલનું નામ લીધું અને રવિવારે ત્યાં સાંજે 5 વાગ્યે મળીએ એવું નક્કી થયું.

રવિવારે ને હજી 3 દિવસ બાકી હતા જે 3 યુગ દૂર હોય એમ લાગતું હતું. હું તો તેને મળવા જવાનું છે એમ કરી નવું મોદી જેકેટ લાવ્યો, સલૂન માં જઈ ફેસિયલ કરાવ્યું, બાલ ડાઈ કારાવી નાખ્યા, નવું પરફ્યુમ લઈ આવ્યો આ બધું જોઈ પત્ની એ પૂછ્યું શું વાત છે શેની તૈયારી ચાલુ છે ?

રવિવારે કલાઇન્ટ સાથે મિટિંગ છે એવું ગપ્પુ મારી દીધું. પત્ની બિચારી ભોળી તેને વાત માની લીધી.

ત્યાર બાદ નવા બુટ, ગોગલ્સ આ બધું ખરીદ્યું. બહુ ખર્ચો કરી નાખ્યો પણ તેની પરવા નહતી કેમ કે રવિવારે રેશમ જેવી રશ્મિને મળવા જવાનું હતું

છેવટે રવિવાર આવ્યો, સવારથી જ ખુશ હતો. 5 વાગવામાં 20 મિનિટ બાકી હતી અને ઓલા ટેક્સી બુક કરી નાખી, ટેક્સી દરવાજા પર આવી ઉભી રહી .

પત્ની અને બાળકો એ કોઈ મોટી મિટિંગ માં જઇ રહ્યા છે તેમ સમજી શુભેચ્છાઓ પણ આપી.

ટેક્સી હોટેલના દરવાજા આગળ આવી ઉભી રહી ત્યાં સામે જ તે ગુલાબ નું ફૂલ લઇ ને ઉભી મારી વાટ જોતી હતી

તેને સામે જોઈ હરખ સમાતો ન હતો. બંનેએ એકબીજાને ગળે મળી હોટેલ માં એન્ટ્રી મારી.

મોંઘી મોંઘી વાનગીઓનો ઓર્ડર આપી ખૂબ વાતો કરી જમી લીધું પછી ડેબીટ કાર્ડથી બિલ ચૂકવી બધું બેંક બેલેન્સ લગભગ ઉડાવી જ દીધું

થોડી વાર પછી તેણે કહ્યું મારે તારું કામ છે આશા છે તું ના નહીં પાડે. મેં કીધું બોલ તારા મારે જાન પણ હાજર છે.

પછી તેણે બેગ ખોલી અને અમુક કાગળિયા કાઢ્યા અને કહયુ કે હું LIC નું કામ કરૂં છું અને આ મહિને ટાર્ગેટ પૂરો કરવાનો છે તો પ્લીઝ તું એક પોલિસી કઢાવ. જમતા જમતા તારી બધી માહિતી મેં લઈ લીધી છે, હું ફોર્મ પછી ભરી દઈશ તું ફક્ત અહીંયા સહી કર

સહી તો કરી નાખી પણ હવે હપ્તા ભરવા પડશે તે વિચાર આવતા માથું દુખવા લાગ્યું, અને હવે દર હપ્તે તેની યાદ તાજી થશે, માટે કોઈને મળવા પહેલા જાણવું જરૂરી છે કે તે શું કરતી હશે

LIC

જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી…

😊😃😄😅😂🤣😜

સ્ત્રોત: ✍🏾 ફેસબુક પોસ્ટમાંથી…


You may  also like,

Read Entire Article