એક દંપતિ હતું. પતિ-પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા. તેઓની આર્થિક સ્થિતી ખુબ જ નબળી હતી. એક દિવસ પત્નિએ પતિને કહ્યુ , “ ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે એક પણ સારી હેરપીન ઘરમાં નથી. મને એક સારી હેરપીન તો લાવી આપો”
પતિએ પત્નિને સાંભળી અને પછી કહ્યુ , “ અરે ગાંડી , તને તારી હેરપીનની પડી છે. મારી ઘડીયાલનો બેલ્ટ કેટલા દિવસથી તુટી ગયો છે. નવો બેલ્ટ લેવાના પૈસા નથી તો તારી હેરપીન કેવી રીતે લાવું ?”
પતિ સાંજે પોતાનું કામ પુરુ કરીને ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં ઘડીયાલ વાળાની દુકાન આવી એટલે ત્યાં જઇને પોતાની બેલ્ટ વગરની ઘડીયાલ વેંચી નાંખી અને મળેલી રકમમાંથી કટલેરીની દુકાન પરથી પત્નિ માટે સુંદર હેરપીન લીધી.
ઘરે આવીને બારણુ ખખડાવ્યુ. પત્નિએ બારણું ખોલ્યુ અને પોતાની પત્નિને થોડીવાર તો સુનમુન બનીને જોઇ જ રહ્યો. પત્નિએ પુછ્યુ , “ આમ શું ભુતની જેમ ડોળા ફાડીને જોઇ રહ્યા છો ?” પતિ એટલુ જ બોલી શક્યો , “ તારા લાંબા વાળ ક્યાં ગયા ?” પત્નિને જવાબ આપતા કહ્યુ , “ મેં વાળ કપાવી અને વેંચી નાખ્યા અને બદલામાં મળેલી રકમમાંથી તમારી ઘડીયાલ માટે આ અફલાતુન બેલ્ટ લાવી છું.”
પત્નિએ બેલ્ટ પતિના હાથમાં મુક્યો અને પતિએ પત્નિને બધી વાત કરીને એના માટે લાવેલી હેરપીન એના હાથમાં મુકી. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા.
સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહી હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકુ એ વિચારજો. પ્રેમ એટલે પ્રાપ્તિ નહી પ્રેમ એટલે સમર્પણ.
Hindi Translation for the same story:
वहाँ एक जोड़ा था। दोनों पति-पत्नी एक-दूसरे से बहुत प्यार करते थे और एक-दूसरे का बहुत ख्याल रखते थे। उनकी आर्थिक स्थिति बहुत ख़राब थी। एक दिन पत्नी ने अपने पति से कहा, "भगवान ने मुझे इतने सुंदर लंबे बाल दिए हैं, लेकिन घर में उन्हें लगाने के लिए एक भी अच्छा हेयरपिन नहीं है। कृपया मुझे एक अच्छा हेयरपिन लाकर दो।"
पति ने अपनी पत्नी की बात सुनी और फिर कहा, "अरे, तुम अपनी हेयरपिन खो रही हो। मेरी घड़ी का पट्टा बहुत दिनों से टूटा हुआ है। मेरे पास नया पट्टा खरीदने के लिए पैसे नहीं हैं, तो मैं तुम्हारी हेयरपिन कैसे ले सकता हूँ?"
शाम को पति अपना काम खत्म करके घर लौट रहा था। रास्ते में उसे एक घड़ीसाज़ की दुकान दिखी, तो वह वहाँ गया और अपनी बिना बेल्ट वाली घड़ी बेच दी, और उससे मिले पैसों से उसने कटलरी की दुकान से अपनी पत्नी के लिए एक सुंदर हेयरपिन खरीद लिया।
मैं घर आया और दरवाजा खटखटाया। पति ने दरवाजा खोला और कुछ देर तक आश्चर्य से अपनी पत्नी को देखता रहा। पत्नी ने पूछा, "क्या तुम मुझे भूत की तरह घूर रहे हो?" पति केवल इतना ही कह सका, "तुम्हारे लंबे बाल कहां गए?" पत्नी ने जवाब दिया, "मैंने अपने बाल काटकर बेचे और बदले में जो पैसे मिले, उनसे मैं आपकी घड़ी के लिए यह फैंसी बेल्ट खरीद लाई हूं।"
पत्नी ने बेल्ट अपने पति के हाथ में रख दी और पति ने अपनी पत्नी को सारी बात समझाने के बाद उसके लिए लाया हुआ हेयरपिन उसके हाथ में रख दिया। दोनों ने एक दूसरे को प्यार से गले लगा लिया।
रिश्तों को बनाए रखने और विकसित करने के लिए, यह सोचें कि मैं दूसरे व्यक्ति के लिए क्या कर सकता हूं, न कि यह कि दूसरा व्यक्ति मेरे लिए क्या करता है। प्रेम उपलब्धि के बारे में नहीं है, प्रेम समर्पण के बारे में है।
English translation for the same story:
There was a couple. Both husband and wife loved each other very much and took good care of each other. Their financial condition was very poor. One day, the wife said to her husband, “God has given me such beautiful long hair, but there is not a single good hairpin in the house to put in this hair. Please bring me a good hairpin.”
The husband listened to his wife and then said, “Hey, you are worried about your hairpin. The belt of my watch has been broken for many days. If I don’t have money to buy a new belt, how can I bring your hairpin?”
The husband was coming home after finishing his work in the evening. On the way, he came across a watchmaker’s shop, so he went there and sold his watch without a belt and bought a beautiful hairpin for his wife from a cutlery shop with the money he received.
He came home and knocked on the door. The wife opened the door and stared at her for a while, looking at her with awe. The wife asked, “Are you staring at me like a ghost?” The husband could only say, “Where did your long hair go?” The wife replied, “I cut my hair and sold it, and with the money I got in return, I brought this beautiful belt for your watch.”
The wife put the belt in her husband’s hand, and the husband, after talking to his wife, put the hairpin he had brought for her in her hand. Both of them embraced each other with love.
To maintain and develop relationships, think not about what the other person does for me, but what I can do for the other person. Love is not about achievement, love is about dedication.