ઘણીવાર પૈસો ન હોય ત્યારે જીવનની સરળતા અને જ્યારે હોય ત્યારે તેની આડેઈ આચરણ બદલાવ-
વિચિત્ર મનુષ્ય
જ્યારે પૈસો ના હોય, ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય
જ્યારે પૈસો હોય, ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય
જ્યારે પૈસો નાં હોય, ત્યારે બાઈસિકલ ચલાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.
જ્યારે પૈસો ના હોય, ત્યારે રોજી કમાવા પગે ચાલે.
જ્યારે પૈસો હોય, ત્યારે ચરબી ઓગાળવા પગે ચાલે.
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી:-
જ્યારે પૈસો ના હોય, ત્યારે લગ્ન કરવા ઈચ્છે.
જ્યારે પૈસો હોય, ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
જ્યારે પૈસો ના હોય, ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે.
જ્યારે પૈસો હોય, ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
જ્યારે પૈસો ના હોય, ત્યારે પૈસાવાળાની જેમ વર્તે.
જ્યારે પૈસો હોય, ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
કયારેય સાદું સત્ય નહીં બોલે:-
કહેશે કે શેરબજાર ખરાબ છે પણ, તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે, પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે.
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે. પણ તેની અપેક્ષા છોડે નહીં.
જે કહે તે માને નહીં, અને જે માનતો હોય તે કહે નહીં.
સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી…
You may also like,