બળવાનથી દૂર રહેવું કેમ જરૂરી? નદીની વાર્તામાં છુપાયેલ જીવનમંત્ર

એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.

તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્ત, તું પોચી માટીનો બનેલો છે, નાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.’

‘મિત્ર, તેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર’ માટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂત, જ્યારે હું રહ્યો માટીનો –પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએ, તો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.’

આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી ઘણે દૂર દૂર ચાલ્યો ગયો.


Discover more from 9Mood

Subscribe to get the latest posts sent to your email.


What's Your Reaction?

Gujarati Baal Vartao

I will write Short stories in Gujarati, Hindi and English (Languages). મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ ખૂબ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી અનેક બાળ વાર્તાઓ આપણી પાસે છે - 9Mood Gujarati Lekh ઉપર.  

  • Previous Post
  • Next Post